Wednesday, January 29, 2020

દરેક માતા પિતા એ ખાસ વાચવું

આપણે આપના બાળક ને બહુ સારો અને ગુણવાન વ્યક્તિ બનાવવા ઇચ્છતા હોય છીએ . આપણે એને ભણાવી ગણાવી બહુ જ મોટી પદવી આપવા માગતા હોઈએ છીએ.
  1. દરેક બાળક પોતાની જગ્યાએ બેસ્ટ જ હોય છે એને ક્યારેય બીજા બાળક સાથે ના સરખાવો. 
  2. બાળક ના મિત્ર બની ને શીખવો જરૂર જણાય તો ઠપકો પણ આપો. 
  3. બાળક પાછળ મહેનત કરો એની ભૂલો ક્યાં થાય છે એને સુધારવાનો પ્રયત્ન્ન કરો. 
  4. બધાના મગજ સરખા હોતા નથી કોઈ બાળક 50% પણ લાવે અને જ્યારે કોઈ બાળક 95% પણ લાવે.
  5. માતા પિતા એ ખાસ 16 થી 24 વર્ષના બાળકની કાળજી લેવી જોઈએ. ક્યાક એ અવડે રસ્તે ના જતો રહે . એના મિત્ર બની ને રો એ બીજે ક્યાય પણ મિત્ર ના શોધે. 
  6. આજ ના જમાના પ્રમાણે મોબાઇલ થી બને તેટલો દૂર રાખવા પ્રયત્ન કરવો જોઈએ.  
  7. બાળકો ને પણ પોતાના કીમતી સમયમાથી સમય આપો 
  8. મે દરેક માતા પિતા માટે સારું વિચારીને આ બાબતો કીધી છે. 

Tuesday, January 28, 2020

ધોરણ 10 માટે ખાસ ઉપયોગી પેપર 7 વિજ્ઞાન


                      વિભાગ –A
એક જ શબ્દમાં લખો.
1.       સલ્ફરના બે ઓકસાઈડનાં સૂત્ર લખો. Ch-1
2.       ખોરાકમાં ઉપયોગી હોય તેવા જાણીતા ક્ષારનું રાસાયણિક નામ લખો. Ch-2
3.       દરિયાનું પાણી મુખ્યત્વે કયાં દ્રાવ્ય ક્ષારો ધરાવે છે.   Ch-3

ખાલી જગ્યા
4.       શ્રેવેત-શ્યામ ફોટોગ્રાફીમાં .........નો ઉપયોગ થાય છે. Ch-1
5.       હળદર એ એક ............સૂચક છે. Ch-2  
6.       ધાતુઓને તેમના સંયોજનમાથી મેળવવાની પદ્ધતિ ...........છે. Ch-3

ખરાં કે ખોટા લખો.
7.       અરીસા માટે m=v/u અને લેન્સ માટે m=-v/u છે.  Ch-10
8.       માનવઆંખની રચનાને કેમેરા સાથે સરખાવી શકાય છે. Ch-11
9.       વિધુત ઈસ્ત્રીમાં નિક્રોમનાં તારનો ઉપયોગ થાય છે.  Ch-12

જોડકાં જોડો.
10.    પ્રબળ એસિડ ->NAOH
11.    પ્રબળ બેઇઝ -> HNO3
12.    ક્ષાર ->NACL
13.    ઊભયધર્મી ->H2O

વિકલ્પો
14.    કયાં પ્રાણી ઓક્સિજનયુક્ત અને ઓક્સિજનવિહીન રુધિરમા મિશ્ર થવાની સ્થિતિ સહન કરી શકે છે.               A. માછલીઓ B. પક્ષીઓ C. સસ્તનો D. ઉભયજીવીઓ
15.    ડાયાબિટીસ કયાં અંત;સ્ત્રાવની ઉણપથી થાય છે.      A.એડ્રેનાલીન B. ઇસ્ટ્રોજન C.ઇન્સ્યુલિન D. થાઇરોક્સિન
16.    સ્ત્રીના ફલિતાંડનાં નિર્માણની બાળકના જન્મ સુધીનો સમયગાળો કેટલા દિવસનો હોય છે.                               A. 100 B. 180 C. 210 D. 280   
                    વિભાગ B
17. રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રકિયાઓ લખો. P-7 ch-1  અથવા
અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય.
18.  એસિડ અને બેઇઝના સામાન્ય ગુણધર્મ લખો. P-34  ch-2
19.  એસિડિક ઓકસાઈડ અને બેઝિક ઓકસાઈડ એટલે શું.   P-66  ch-3
20. કાર્બન સંયોજનો ના ગુણધર્મો જણાવો. P-89  ch-4
21. ખૂબ જ મોટી(વધુ) સંખ્યામાં તત્વોનો અભ્યાસ કેવી રીતે સરળ બન્યો. P-126 ch-5  અથવા
ડોબરેનર ના વર્ગીકરણની મર્યાદાઑ શું છે. P-128 ch-5                                              
22. સ્વયંપોષી પોષણ ટૂંક નોધ લખો. P-9 ch-6 અથવા
સ્થળચર પ્રાણીઓમાં સ્વ્સંવાયુંઓના વિનિમય માટેની આવશ્યકતાઓ જણાવો. P-18 ch-6
23. જીવંત સજીવોમાં નિયંત્રિત હલનચલન શા માટે જોવા મળે છે. P-50 ch-7 અથવા
આપણે ગરમ વસ્તુના સ્પર્શનો કેવી રીતે પ્રતિભાવ આપીએ છીએ. P-50 ch-7
24. જાતિની જીવિતતા માટે ભિન્નતાઓ ઉપયોગી છે. P-77 ch-8
25. લક્ષણોની આનુવંશિકતા માટે આધારભૂત બાબતો જણાવો. P-109 ch-9
26. ઊર્જાસ્ત્રોત તરીકે જૈવભાર સમજાવો. P-145 ch-14

                                               વિભાગ C
27. નિવસનતંત્ર ટૂંક નોધ લખો. P-165 ch-15 અથવા
આહારશૃખલા અને પોષક સ્તરો સમજાવો. P-167 ch-15
28. પ્રકાશનું નિયમિત અને અનિયમિત પરાવર્તન કોને કહે છે. P-12 ch-10
29. તારાઓ કેમ ટમટમે છે. સવિસ્તર એસએએમજેએવીઓ. P-77 ch-11 એટીએચવીએ
ગ્રહો કેમ ટમટમતા નથી સમજાવો. P-78  ch-11
30. વિધુતસ્થિતિમાન પર ટૂંક નોધ લખો. P-104 ch-12 અથવા વાહકમાં વહેતા વિધુતપ્રવાહનું મૂલ્ય કઈ બે બાબતો પર આધાર રાખે છે. P-108 ch-12
31. હોકાયંત્ર પર ટૂંક નોધ લખો. P-154 ch-13
32. નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે. P-189 ch-16
33. ઘરની દીવાલો ધોળવા માટે શું વપરાય છે. તે પદાર્થ કેવી રીતે બને છે. તે સમીકરણ લખી સમજાવો. P-1 ch-1
34. ક્ષારણ ટૂંક નોધ લખો. P-16 ch-1

                                               વિભાગ D
35. કાર્બનના અપરરૂપો ટૂંક નોધ લખો. P-92 ch-4 અથવા ઇથેનોઈક એસિડના રાસાયણિક ગુણધર્મોં સમજાવો. P-106 ch-4
36.વનસ્પતિમાં પાણીનું વહન સમજાવો. P-23 ch-6 અથવા
મનુષ્યના હ્રદયમાં રુધિરપરિવહનનો પથ સમજાવો. P-20 ch-6
37. સ્ત્રીનું પ્રજનનતંત્ર ટૂંક નોધ લખો. P-86 ch-8
38. ટૂંકમાં સમજાવો ભરતી ઊર્જા અને તરંગ ઊર્જા P-149 ch-14
39. પ્રેસબાયોપિયા વિશે ટૂંક નોધ લખો. P-73 ch-11 અથવા ત્રિકોણાકાર કાચના પ્રિઝ્મમાંથી પસાર થતી વખતે શ્ર્વેત પ્રકાશનું વિભાજન થવાનું કારણ સમજાવો. P-76 ch-11     



ધોરણ 10 માટે ખાસ ઉપયોગી પેપર 6 વિજ્ઞાન


                              વિભાગ A
વિકલ્પો
1.    કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે.A.ખાટા ફળોના રસ B.સાઈટ્રિક એસિડ C.ઓક્ઝેલિક એસિડ D.નાઈટ્રિક એસિડ ch- 2
2.    વિધુતભારનો SI એકમ .........છે.         A.એમ્પિયર  B.વૉલ્ટ  C.વૉટ  D.કુલંબ ch-12
3.    નીચેના પૈકી શામાંથી ટર્બાઇનના ઉપયોગ વગર વિધુત-ઊર્જામાં રૂપાંતર મેળવી શકાય છે.  A.સૌર-ઉર્જા  B.ભરતી ઉર્જા  C.ભૂતાપીય ઉર્જા  D.તરંગ-ઉર્જા ch-16
વ્યાખ્યા આપો.
4.     આહારજાળ ch-15
5.    બીજાણુ ch- 8
6.    ઉત્સર્જન ch- 6
7.    ક્રિયાશીલ સમૂહો ch-4
ખરાં કે ખોટા
8.    ઇથેનોલના નિર્જલીકરણથી પ્રોપીન બને છે. Ch-4
9.    ખોરાપણા દરમિયાન પદાર્થનો સ્વાદ અને સુંગધ બદલાય છે. Ch-1
10. લાઈવ તારને અડકવું સલામત છે. Ch-13
11. જે ઉર્જાસ્ત્રોત વારંવાર મેળવી શકાતા હોય તેને પુન;પ્રાપ્ય ઉર્જાસ્ત્રોત કહે છે. Ch-14
ખાલી જગ્યા
12. અમીબામાં ખોરાકનું પાચન ...........માં થાય છે. Ch-6
13. .............લેન્સ તેના મધ્યભાગ કરતાં ધાર પાસે વધારે જાડો હોય છે. Ch-10
14. વિધુત મોટરનું કાર્ય ..........ના નિયમ પર આધારિત છે. Ch-13
જોડકા
15. માયોપીઆ àબહિગોળ લેન્સ
16. હાઇપરમેટરોપીઆ à અંતર્ગોળ લેન્સ
                વિભાગ B
17. વિધુત સાધનોને બેટરી સાથે શ્રેણીમાં જોડવાને બદલે સમાંતરમાં જોડવાથી કયાં ફાયદા થાય છે. P-118 ch-12
18. ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું. P-162 ch-13
19. મનુષ્યનું શ્ર્વ્સનતંત્ર સમજાવો. P-18 ch-6 અથવા માછલીઓ સસ્તન સુધી હ્રદયનો ઉદ્વિકાસ સમજાવો. P-21 ch-6
20 . મનુષ્યના ચેતાતંત્રનું આયોજન જણાવો. અને સામાન્ય કાર્ય જણાવો. P-52 ch-7
21. વટાણામાં વુદ્ધિ આધારિત હલનચલન સમજાવો. P-55 ch-7
22. ભાજન એટલે શું. ભાજનના વિવિધ પ્રકાર સમજાવો. અથવા લિંગી પ્રજનન અલિંગી પ્રજનનથી કેવી રીતે ભિન્ન છે.
P-83 ch-8
23. ગર્ભાવસ્થાના અટકાવવાના ઉપાયો જણાવો. P-88 ch-8
24. આલ્કોહોલનું ઓક્સિડેસન સમજાવો. P-103 ch-4
25. ક્ષારણનો ઉદાહરણ આપો. P-75 ch-3 અથવા શુદ્ધસોનું અને 22 કેરેટ સોનામાં શો ફેરછે. P-76 ch-3
26. બ્લીચિંગ પાઉડરની બનાવટ અને ઉપયોગો લખો. P-47 ch-2
                              વિભાગ C
27. એસિડ અને બેઇઝની પ્રબળતા કેવી રીતે નક્કી થાય છે. P-143 ch-2
28. સોડિયમ ક્લોરાઈડનું નિર્માણ સમજાવો. P-71 ch-3 અથવા સક્રિયતાના આધારે ધાતુઓનું વર્ગીકરણ સમજાવો. P-73 ch-3
29. સમાનધર્મી શ્રેણી એટલે શું તેની લાક્ષણિકતાઓ જણાવો. P-97 ch-4 અથવા પ્રક્ષાલકો વિશે ટૂંક નોધ લખો. P-108 ch-4
30. આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા સમજાવો. P-133 ch-5
31. ન્યુલેન્ડના અષ્ટકના સિદ્ધાતની મર્યાદાઓ જણાવો. P-128 ch-5 અથવા સમૂહ અને આવર્તના તત્વોમાં ધાત્વિય ગુણધર્મનું લક્ષણ સમજાવો. P-137 ch-5
32. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના નિયંત્રણ માટેના પગલાં સૂચવો. P-196 ch-16
33. આધુનિક આવર્ત કોષ્ટક વિશે સામાન્ય માહિતી આપો. P-131 ch-5 અથવા સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય રાતા રંગનો શાથી દેખાય છે. P-80 ch-11
34. વિધુત ફ્યુઝ ટૂંક નોધ લખો. P-122 ch-12
                                વિભાગ D
35. બહિર્ગોળ લેન્સના સંદર્ભમાં નીચેના પદો સમ્મજવો.
 વક્રતાકેન્દ્ર,, વક્રતાત્રિજ્યા, મુખ્યઅક્ષ, મુખ્યકેન્દ્ર, કેંદ્ર્લંબાઈ, પ્રકાશિય કેન્દ્ર p-31 ch-10 અથવા સાપેક્ષ વક્રીભવનાંક સમજાવો. p-29 ch-10
36. અવરોધોનું શ્રેણીજોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધોનું સૂત્ર મેળવો. p-114 ch-12
37. એક સામાન્ય ઘરેલુ વિધુતપરિપથની આકૃતિ દોરી, ઘરેલુ વાયુરિંગ પદ્ધતિની મુખ્ય લાક્ષણિકતાઓ ચર્ચા કરો. P-175 ch-13 અથવા ઊલટસૂલટ પ્રવાહ અથવા પ્રત્યાવર્તી પ્રવાહ સમજાવો. p-173 ch-13
38. મેન્ડેલીફના વર્ગીકરણની મર્યાદાઓ જણાવો. P-130 ch-5
39.  કાર્બનના કયાં બે ગુણધર્મો વધુ સંખ્યામાં કાર્બન સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે. P-93 ch-4 અથવા પ્લાસ્ટર ઓફ પેરિસ ટૂંક નોધ લખો. p-48 ch-2


picture description word std 10

·          hedge – વાડ ·          broom – સાવરણી ·          plant – છોડ ·          tree – વ...